વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઠીકરિયાળી ગામના નાળા પાસે બાવળની ઝાડીમાં દરોડો પાડી આરોપી કાળુભાઇ દિલુભાઈ ખાચર ઉ.37 રહે.ઠીકરિયાળી વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 15 બોટલ તેમજ બિયરના 2 ટીન કિંમત રૂપિયા 4140 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.