મોટર સાયકલ ઉપર 1.3 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો લઈને નીકળતા એસઓજી ટીમે ઝડપી લીધોમોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં બાતમીને આધારે પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી એસઓજી ટીમે મોટર સાયકલ ઉપર નશીલો ગાંજો લઈને પસાર થતા શખ્સને ઝડપી લઈ 1.387 કિલોગ્રામ જથ્થો ઝડપી લઈ મોટર સાયકલ સહિત 64,370નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછતાછમાં અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને બાતમી મળી હતી કે વીસીપરા વિસ્તારમાં રહેતો આરોપી આરીફ અલમશા સૈયદ નશીલા દ્રવ્યોનું વેચાણ કરે છે. જે બાતમીને આધારે એસઓજી ટીમે વીસીપરા ફાટક પાસે પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી બપોરના સમયે જીજે - 36 - એકે - 8212 નંબરનું એક્સેસ મોટર સાયકલ લઈ પસાર થતા આરીફને રોકી ચેક કરતા આરીફના કબ્જામાંથી 1.387 કિલોગ્રામ ગાંજો મળી આવતા પોલીસે આરીફને અટકાયતમાં લઈ ગાંજો, મોટર સાયકલ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 64,370નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરમિયાન આરોપીની પૂછતાછ કરતા નશીલા પદાર્થના ધંધામાં આરોપી અનવર ઉર્ફે મનોજ ગુલામહુસેન સુમરા રહે.વીસીપરા વિસ્તાર વાળાની સંડોવણી કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.