મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી હિમતભાઈ બાબુભાઇ ચીખલીયા રહે.મહેન્દ્રનગર વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની 200 મીલી ભરેલી બોટલ મળી આવી હતી.આરોપીની પૂછતાછમાં દારૂની બોટલ આરોપી તુલસી હસમુખભાઈ શંખેસરિયા રહે.રાજનગર, પંચાસર રોડ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે 200 રૂપિયાનો દારૂ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.