હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદના કડીયાણા ગામથી માથક તરફ જતા રોડ પર મામાદેવ મંદિર પાસે શંકાસ્પદ રીતે પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા આરોપી ગેલાભાઈ ઉર્ફે મુન્નો લખમણભાઈ દલસાણીયા ઉવ.૩૩ રહે. રણછોડગઢ તા.હળવદ વાળાને ઝડપી લઇ તલાશી લેતા આરોપી પાસે રહેલ બાચકામાંથી રીટઝ રીઝર્વ બ્રાન્ડ વ્હિસ્કીની ૧૮૦મીલીની ૧૮ બોટલ કિમત રૂ.૧,૮૦૦ મળી આવતા, પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.