મોરબી : મોરબીના પંચાસર રોડ ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બાઈક ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા તંજીર ઉર્ફે તનવીર યુનુસભાઈ ચાનિયા ઉ.19 રહે.લાતીપ્લોટ, મોરબી નામના શખ્સને રોકી તલાશી લેતા આરોપી તંજીરના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા વિદેશી દારૂની આ બોટલ જોન્સનગરમાં રહેતા આરોપી સાજીદ મહેબૂબભાઈ સુમરા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી રૂપિયા 50 હજારના બાઈક સહિત કુલ રૂપિયા 50,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.