મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન જૂની પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક -2 સોસાયટીમાં બાતમીને આધારે આરોપી બીપીન હિંમતલાલ મહેતા ઉ.55ના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલી માપની 23 બોટલ કિંમત રૂ.10,001 કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો.આરોપી બીપીન મહેતાની પૂછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી જયેશ ઉર્ફે અભો કનુભાઈ મકવાણા રહે.શોભેશ્વર રોડ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.