મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રોહિદાસપરામાં ગુજરાત સોસાયટીના નાકા પાસે દરોડો પાડી આરોપી વિજય મગનભાઈ રાઠોડ ઉ.40 નામના શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની પાંચ ફીરકી કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઇ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.