શહેર - જિલ્લામાં દેશી વિદેશી દારૂ પીવાના તેમજ કબ્જાના 47 કેસ કરાયામોરબી : મોરબી શહેર - જિલ્લામાં તમામ પોલીસ મથકો દ્વારા છેલ્લા બે દિવસથી દેશી - વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ગઈકાલે એક જ દિવસમાં પોલીસે દેશી - વિદેશી દારૂ પીવાના તેમજ કબ્જાના કુલ મળી 47 કેસ કર્યા હતા.સાથે જ એ ડીવીઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીકથી એક શખ્સને પાંચ ચપલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે જુના બસસ્ટેન્ડ નજીક વિજય ટોકીઝ પાસે દરોડો પાડી આરોપી મહીપત રણછોડભાઈ દેત્રોજા ઉ.24 રહે.શીતળા માતાજીના મંદિર પાસે, ધ્રાંગધ્રા વાળાને વિદેશી દારૂની 180 મીલીની પાંચ બોટલ કિંમત રૂ.600 સાથે ઝડપી લીધો હતો.સાથે જ શહેર અને જિલ્લામાં તમામ તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ દરોડા પાડી દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ તેમજ દારૂ પી નશો કરનારા આરોપીઓ વિરુદ્ધ કુલ 47 કેસ કર્યા હતા.