હાથમાં બંદૂક લઈ જાહેરમાં આટાફેરા કરતા શખ્સને દબોચી લેવાયો મોરબી : મોરબી શહેરમાં નાગાલેન્ડ-મણિપુરથી હથિયાર લાયસન્સ મેળવી હથિયાર રાખવાનું પ્રકરણ હજુ ધગધગતું છે તેવામાં શહેરના વિસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર એક શખ્સ હાથમાં હથિયાર લઈ આંટાફેરો કરી રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે બનાવ સ્થળે દોડી જઈ એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ નજીક એક શખ્સ હાથમાં હથિયાર લઈને ફરતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે તાબડતોબ ઘટના સ્થળે પોલીસ ટીમને દોડાવતા આરોપી આદિના ઇકબાલભાઇ મકરાણી ઉ.31 રહે.કેજીએન પાર્ક,વાવડી રોડ, મોરબી નામનો શખ્સ મળી આવતા પોલીસે આરોપીના કબ્જામાથી રૂપિયા 5000ની કિંમતની દેશી બનાવટની બંદૂક કબ્જે કરી આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.