પોલીસે રૂપિયા 6,05,250નો મુદામાલ કબ્જે કર્યોહળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ધૂળકોટ ગામની સીમમાંથી દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાના આથાના જંગી જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ બોલેરો વાહન સહિત કુલ રૂપિયા 6,05,250નો મુદ્દામાલ ઝડપી લઈ અન્ય એક શખ્સનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના ધૂળકોટ ગામની સીમમાં દરોડો પાડી આરોપી યોગેશ ઉર્ફે યોગલો હીરાભાઈ સનુરા રહે.જુના ઘાટીલા તા.માળીયા મિયાણા નામના શખ્સને રૂપિયા 5 લાખની કિંમતના જીજે - 36 - વી - 6548 નંબરની બોલેરો પિકઅપ વાહન સાથે ઝડપી લઈ રૂ.1,05,250ની કિંમતનો 370 લીટર દેશી દારૂ તેમજ 1250 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. દરોડા બાદ આરોપીની પૂછતાછમાં દેશી દારૂના આ ધંધામાં આરોપી સંજય નથુભાઈ સાલાણી રહે.ઇન્દિરાનગર વાળાનું નામ કબુલતા પોલીસે યોગેશ ઉર્ફે યોગલાને ગિરફતમાં લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.