મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન શહેરના લાતીપ્લોટમાં લુકસ ફર્નિચર નજીક શંકાસ્પદ રીતે પસાર થતી જીજે - 36 - એએલ - 3047 નંબરની સ્વીફ્ટ કાર અટકાવી તલાસી લેતા કારમાં બેઠેલા આરોપી જાવેદ ઇસ્માઇલભાઈ માટલી ઉ.33 રહે.રણછોડનગર, મોરબી, મૂળ રહે.જોડિયા વાળાના કબ્જામાંથી બિયરના 2 ટીન કિંમત રૂપિયા 240 મળી આવતા આરોપીને અટકાયતમાં લઈ 3 લાખની કાર સહિત કુલ રૂ.3,00,240નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીએ બિયરના ટીન આરોપી રફીક ઉર્ફે બાડો જામ રહે.લાતી પ્લોટ વાળા પાસેથી લીધા હોવાનું કબૂલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.