હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુંદરગઢ ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી જીજે - 36 - એપી - 6748 નંબરની બલેનો કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી ઇલેશ શંભુભાઈ ડાભી રહે.સુંદરગઢ વાળાના કબ્જામાંથી 300 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 60 હજાર મળી આવ્યો હતો.આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો આરોપી મિતુલ મુકેશભાઈ દેકેવડીયા રહે.ભવાનીગઢ જોડકા, તા.મૂળી વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે 4 લાખની કિંમતની બલેનો કાર સહિત 4.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.