વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસે નેશનલ હાઇવે પર જીનપરા જકાતનાકા પરથી રૂ.૫ લાખની કિંમતનો ૨૫૦૦ લિટર દેશી દારૂનો જથ્થો ભરેલી મહિન્દ્રા પીકઅપ ગાડી સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ મહિન્દ્રા પીકઅપ ગાડી વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ જવાની છે. આ બાતમીના આધારે પોલીસે જીનપરા જકાતનાકા ને.હા રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે અરવિંદભાઈ વિરજીભાઈ કુવરીયા (ઉ.વ. ૨૭) નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ. ૭,૦૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં પીકઅપ ગાડી (નંબર GJ-03-AZ-5217) અને એક મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે.