એ ડીવીઝન પોલીસે નાની બજારમાં રહેણાંકમાં દરોડો પાડ્યોમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે નાની બજારમાં રહેણાંકમાં દરોડો પાડી એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 94 ફીરકી સાથે ઝડપી લઈ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે નાની બજારમાં ત્રિકમરાયજી મંદિર સામે આવેલ રાધેશ્યામ શેરીમાં રહેતા આરોપી સમીર વજીરભાઈ બ્લોચના રહેણાંકમાં દરોડો પાડતા ઘરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 94 ફીરકી કિંમત રૂ.37 હજાર મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.