હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ડુંગરપુર ગામે બાતમીને આધારે દરોડો પાડી આરોપી વિક્રમ ગોરધનભાઇ વિઠ્ઠલાપરા ઉ.31 રહે.ડુંગરપુર વાળાને વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 5400 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપીએ દારૂની આ બોટલ માથક ગામના રહેવાસી આરોપી સુરેશ ઘોઘાભાઈ જેતપરા પાસેથી મેળવી હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.