મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેલરોડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી પ્રવીણભાઈ મોહનભાઇ પરમારના કબ્જામાંથી વિદેશી દારૂની 180 મીલી માપની 7 બોટલ કિંમત રૂપિયા 875 કબ્જે કરી હતી.આરોપીની પૂછતાછમાં દારૂની આ બોટલ આરોપી કિરીટ રહે.બૌદ્ધનગર, ભડિયાદ વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા કિરીટને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.