મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામ નજીક ઉંચી માંડલ જવાના રસ્તેથી આરોપી અજય મનુભાઈ ડોડીયા રહે.મહેન્દ્રનગર, મોરબી વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3214 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.