વાંકાનેર : વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી ગૌતમ નાનજીભાઈ ધામેચા રહે.શક્તિપરા, હસનપર વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના 5 ચપલા કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.