વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રપુર પાણીના ટાંકા પાસે બાતમીના આધારે આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફ બ્લોચના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂના 180 મીલી માપના અલગ અલગ બ્રાન્ડના વ્હિસ્કી અને વોડકાના 44 ચપલા કિંમત રૂ.5150 મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી અનુભાઈ ખાચર રહે.મોલડી તા.ચોટીલા વાળાએ આપ્યો હોવાનું કબુલતા અનુભાઈ ખાચરને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.