મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામની સીમમાં રામનગરી, ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરિયા ઉ.37 નામના શખ્સને વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 24,696 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.