મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના લાતીપ્લોટ શેરી નંબર 6મા દરોડો પાડી આરોપી પિયુષ ઉર્ફે ભુરો નવઘણભાઈ ખીંટ રહે.ભગવતીપરા, વાવડી રોડ વાળાને વિદેશી દારૂના 30 ચપલા કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.