મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શહેરના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર ભારત ફ્લોર મિલ પાસે દરોડો પાડી આરોપી હુસેન ઉર્ફે બાબા આલમભાઈ સામતાણી રહે.મદીના સોસાયટી, મોરબીવાળાને વિદેશી દારૂની 21 બોટલ કિંમત રૂપિયા 21,000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.