મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાઘપરા વિસ્તારમાં શેરી નંબર 10મા રહેતા આરોપી ભરત સુરેશભાઈ સોનગરાને ત્યાં દરોડો પાડતા આરોપીના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના વોડકા અને વ્હીસ્કીના 16 ચપલા કિંમત રૂપિયા 1740 મળી આવતા આરોપીને અટકાયતમાં લીધો હતો.આરોપી ભરતની પૂછતાછમાં વિદેશી દારૂના ચપલા મોબાઈલ નંબર 9726910975 વાળા પાસેથી મેળવ્યા હોવાનું કબુલતા પોલીસે મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ પણ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.