મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં મોરલ સિરામિક સામેથી આરોપી મામદ ઉર્ફે ડાડો ફતેહમામદ કટિયા ઉ.24 રહે.કાંતિનગર મોરબી વાળાને 136 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 27,200 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં દેશી દારૂના આ ધંધામાં વેજીટેબલ રોડ મોરબી ખાતે રહેતા આરોપી જુસબ હબીબ જામની સંડોવણી આરોપીએ કબૂલતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.