મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં એ ડિવિઝન પોલીસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડતા બે આરોપીઓ મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા જ્યારે એક આરોપી પકડાઈ જતા પોલીસે રૂ.6300 કબજે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. જુગાર સ્થળેથી પોલીસે આરોપી કેવલ જયંતીલાલ ભલસોડ રહે.કબીર આશ્રમ પાસે, વાવડી રોડ, મોરબી વાળાને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી આર્યન ભલાભાઈ ખીટ રહે.ભગવતી પરા, મોરબી તેમજ આરોપી યશ ઘનશ્યામભાઈ ગોહિલ રહે.ગાયત્રીનગર વાળો નાસી જતા બન્નેને ફરાર દર્શાવી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.