અન્ય બે શખ્સોના નામ ખુલતા બી ડીવીઝન પોલીસે કુલ ત્રણ સામે ગુનો નોંધ્યો : રૂ. ૭૩૦૦ની રોકડ જપ્ત મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને બી ડિવિઝન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અન્ય બે શખ્સોના નામ ખુલતા પોલીસે ગુનો નોંધીને તેઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સો ઓરડી વિસ્તારમાં વરિયાદેવ મંદિરની પાસે જાહેરમા આઇપીએલની મેચનું એપ્લિકેશન ઉપર લાઈવ પ્રસારણ નિહાળીને સટ્ટો રમતા મેહુલ દીપકભાઈ જોશી ઉ.વ. ૨૫ને રૂ. ૭૩૦૦ની રોકડ સાથે પકડી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમા ઇસ્માઇલ યારમહંમદ બ્લોચ અને નિકુંજ ઉર્ફે ચાકો પટેલનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news