મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા મુખ્યમંત્રી આવાસમાં થોડા દિવસો પહેલા મારમારી અને ઘરમાં આગ લગાડવાની ઘટના સામે આવી હતી. આ ઘટના મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે એ ડિવિજન પોલીસે આ બનાવમાં એક આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના લીલાપર રોડ પર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા સોયબભાઈ હનીફભાઇ વગાડીયા અને તેની પત્ની વચ્ચે કજીયો થયા બાદ તેનું સમાધાન કરવા સોંયબનો મિત્ર ઇકબાલ રજાક કાસમાણી તેના ઘરે ગયો હતો.ત્યારે ઉશ્કેરાયેલા ઇકબાલે સોયબને કુહાડીનો ઘા મારી સોયબના ઘરમાં આગ લગાડી દીધી હતી. આ બનાવ અંગે એ સોયબે ઇકબાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે મોરબી ઇકબાલ રજાક કાસમાણીને નોધાવેલ ફરિયાદ મુજબ મોરબીના લીલાપર ક્વાર્ટરમાં રહેતા સોયબ અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેથી, તેઓને સમજાવવા ફરિયાદી ગયા હતા. જ્યાં સોયબે તેને ગાળો દેવા લાગતા તેને ગાળો દેવાની ના પાડી હતી. જે બાબતે લાગી આવતા આરોપીએ ઈકબાલને કમરના ભાગે છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે હાલ સોયબભાઈ હનીફભાઇ વગાડીયાની ધરપકડ કરી સામેંપક્ષના આરોપીને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.