મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં કુલીનગર નજીક ઉજાલા ડેરી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અસગરભાઈ હુસેનભાઈ સેડાત રહે.કુલીનગર, વીસીપરા વાળાને રોકડા રૂપિયા 250 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.