મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં મોબાઈલ ફોન પર વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અનવરભાઇ ઇલ્યાસભાઇ કટીયા ઉ.30, રહે.મોરબી લાતીપ્લોટ શેરી નંબર 3-4 વચ્ચે નામના શખ્સને રોકડા રૂપિયા 500 તેમજ 21 હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં વરલીના જુગારમાં આરોપી કાનાભાઇ મનીષભાઈ જોશી રહે.વાવડી અને તારમામદ ઇસ્માઇલ જુનાણી રહે.વાવડી રોડ,રામપાર્ક હાલ રહે.કુબેરનાથ રોડ મોરબી વાળાની સંડોવણી કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.