મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર બેલા ગામની સીમમાં સિયારામ સિરામિક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સલીમ જુમાભાઈ મેર રહે.સુમરા સોસાયટી, વિજયનગર, મોરબી વાળાને રોકડા રૂપિયા 560 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.