ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની જૂની કોર્ટ નજીકથી આરોપી સંજયભાઈ દેવજીભાઈ વિઠ્ઠલાપરા રહે.રાધેક્રિષ્ના વાળી શેરી, ટંકારા વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 200 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.