મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના ઘુંટુ રોડ પર સિમ્પોલો સિરામિક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સુનિલ ભરતભાઇ વરાણીયા રહે.ત્રાજપર વાળાને રોકડા રૂપિયા 130 તેમજ વરલી સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.