વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સ્ટેશન રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા રહે.મિલ કોલોની વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 680 તેમજ વરલીનું સાહિત્ય કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.