મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમા ઉ.28 રહે.સો ઓરડી મોરબી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 1000 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.