વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના પચીસવારિયા વિસ્તારમાં શંકાસ્પદ રીતે જીજે - 36 - એચ - 6299 નંબરનું એક્ટિવા મોટર સાયકલ લઈને પસાર થતા આરોપી સમીર શાંતિલાલ બજાણીયા ઉ.35 રહે.કુંભારપરા, વાંકાનેર વાળાને અટકાવી તલાશી લેતા એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂના 180 મીલી માપના 13 ચપલા કિમત રૂ.3900 મળી આવતા પોલીસે 30 હજારના મોટર સાયકલ સહિત રૂ.33,900નો મુદામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછપરછમાં દારૂની આ બોટલો આરોપી મેહુલ ઉર્ફે બોબી વિરેનચંદ્ર મારુ રહે.નગરપાલિકા સામે, વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.