વાંકાનેર : વાંકાનેર શહેરના પંચાસર રોડ પર નવાપરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જીજે - 36 - એચ - 5089 નંબરના પ્લેઝર મોટર સાયકલ પર નીકળેલા આરોપી મુકેશ અમરશીભાઈ વીંજવાડિયા રહે. ગરબી ચોક, નવાપરા,વાંકાનેર વાળાને અટકાવી તલાશી લેતા 15 લીટર દેશીદારૂ કિંમત રૂપિયા 3000 મળી આવતા 30 હજારની કિંમતના બાઈક સહિત 33,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.