ગેસના ત્રણ બાટલા તેમજ રિફીલિંગના સાધનો કબજે કરતી પોલીસવાંકાનેર : ઈરાન - ઇઝરાઈલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં કોમર્શિયલ અને ઘરેલુ ગેસની અછત જેવી સ્થિતિમાં કમાણી કરવા ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી કાળાબજારીના અનેક કિસ્સાઓ વચ્ચે વાંકાનેર પોલીસે ભમરીયા કુંવા નજીક ગેસ રીપેરીંગની દુકાનમાંથી ગેસ રિફીલિંગ કરતા શખ્સને રંગેહાથ ઝડપી લઈ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભમરીયા કુંવા નજીક ગેસ રીપેરીંગ કામ કરતા આરોપી અલીભાઈ ફકરૂદીનભાઈ મીઠાઈવાળા ઉ.36 રહે.વોરાવાડ, વાંકાનેરની દુકાનમાં દરોડો પાડતા આરોપી પોતાના અંગત ફાયદા માટે ગેસ ભરેલા બાટલમાંથી નળી અને અન્ય સાધનો વડે બીજા બાટલામાં ગેસ રિફિલ કરતા હોવાનું સામે આવતા 3 ગેસના બાટલા, ઇલેક્ટ્રિક વજનકાટો, નળી અને રેગ્યુલેટર સહિત 10,300નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અલીભાઈ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી હતી.