મોરબી : મોરબી જીલ્લામા આજે એકમાત્ર વાંકાનેરમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. સાંજે ચાર કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સવા ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે. સાંજે 4થી 6 દરમિયાન 15 મિમી અને સાંજે 6થી 8 દરમિયાન 18 મિમી મળી કુલ 33 મિમી વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.