વાંકાનેરમાં માત્ર ઝાપટા : હજુ ધીમી ધારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુમોરબી : મોરબી જિલ્લામાં રાત્રીના સમયે ઓચિંતા મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. રાત્રે 10થી 12 વાગ્યા દરમિયાન જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ માળિયામાં સવા ઇંચ જ્યારે મોરબી, ટંકારા અને હળવદમાં એક ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જ્યારે વાંકાનેરમાં માત્ર ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. રાત્રે 10થી 12 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 33 mm● મોરબી 27 mm● ટંકારા 23 mm● વાંકાનેર 2 mm● હળવદ 21 mm