જોગડ ગામે વીજળી પડતા ખેતમજૂરનું અને ચિત્રોડી ગામે ભેંસનું મોતહળવદ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે હળવદ પંથકના સાંજના સાતેક વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબકતા એક જ કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. સાથે જ કડાકા ભડાકા સાથે વરસાદ આવતા જોગડ ગામે ખેતમજૂરનું અને ચિત્રોડી ગામે એક ભેંસનું વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબી જિલ્લામાં રુમઝુમ કરતી મેઘસવારી આવી પહોચી હતી અને સાંજના સાતેક વાગ્યાના અરસામાં હળવદ પંથકમાં કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હળવદ તાલુકાના જોગડ ગામે આકાશી વીજળી પડતા એક ખેતમજૂરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને એક કલાકમાં જ દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.