જન્માષ્ટમીએ રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી 183 તાલુકામાં વરસાદ : જૂનાગઢના ભેસાણમાં ચાર ઈંચમોરબી : અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડી સુધી છવાયેલ વરસાદી સિસ્ટમને પગલે મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. શનિવારે મોરબી સહિત સૌરાષ્ટ્રમા સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ જૂનાગઢના ભેસાણમા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.બીજી તરફ મોરબીમાં સાંજે 6થી 8ના બે કલાકના સમયગાળામા દોઢ ઈંચ અને હળવદમાં સવાર 6થી રાત્રીના 8 સુધીમાં 70 મીમી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે તા.17થી રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી હતી.જો કે, શનિવારે સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ જૂનાગઢના ભેસાણમા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લામા પણ મેઘરાજાએ સવારથી પધરામણી કરી હતી અને સાંજ સુધીના પાંચેય તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમા સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં હળવદમા 70 મીમી, મોરબીમાં 36 મીમી, માળીયા મિયાણામાં 33, વાંકાનેરમાં 27 મીમી અને ટંકારામા 07 મીમી વરસાદ વરસ્યો હતો.મોરબી જિલ્લામાં વરસાદહળવદમાં 70 મીમી મોરબીમાં 36 મીમી માળીયા મિયાણામાં 33 વાંકાનેરમાં 27 મીમી ટંકારામા 07 મીમીરાજ્યમાં સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં વરસેલો વરસાદ