મોરબી : ભાદરવે અષાઢ જેવા માહોલ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબીમાં 32 મીમી, હળવદમા 20 મીમી અને વાંકાનેરમા 2 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, ટંકારા અને માળીયા મિયાણા તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો.છેલ્લા 24 કલાકમાં રાજ્યમા વરસેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.24 HRS RAINFALL DATA DT.29.09.2024