જુના ઘુંટુ રોડ ઉપર બુલેટ સવાર યુવાનને દેશી દારૂની કોથળીઓ સાથે ઝડપી લેવાયો મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુના ઘુંટુ રોડ ઉપરથી રોયલ ઈન ફીલ્ડ બુલેટ ઉપર રૂ.150ની કિંમતના દેશી દારૂ લઈને નીકળેલા યુવાનને અટકાયતમાં રૂપિયા એક લાખની કિંમતનું બુલેટ જપ્ત કર્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર મંગલમ વિસ્તારમાંથી મુકેશ ગોરધનભાઇ સુરેલા નામના યુવાનને રોયલ ઈનફીલ્ડ બુલેટ મોટર સાયકલ ઉપર પસાર થતા સમયે અટકાવી તલાસી લેતા મુકેશના કબ્જામાંથી રૂ.160ની કિંમતનો આઠ લીટર દેશી દારૂ કબ્જે કરી રૂપિયા 1 લાખના મોટર સાયકલ સહિત 1,00,160નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.