જોન્સનગરમાં રહેણાંકમાંથી દારૂ ઝડપાયો, માધાપર ઝાપા પાસે મોટર સાયકલ પર દારૂ લઈને નીકળેલ આરોપી ગિરફતમાંમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં જોન્સનગરમાં રહેણાંકમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો તેમજ માધાપર ઝાપા પાસેથી એક શખ્સને મોટર સાયકલમાં દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જોન્સનગર રહેતા આરોપી જાહિદ સાહબુદીનભાઈ પીલુડિયાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચાર બોટલ કિંમત રૂપિયા 3500 કબ્જે કરી હતી.જો કે, આરોપી હાજર મળ્યો ન હતો. બીજા દરોડામાં પોલીસે માધાપર ઝાપા પાસેથી જીજે -36 - એડી - 9256 નંબરના એક્સેસ મોટર સાયકલમાં કાચની બોટલમાં 200 મીલી વિદેશી દારૂના જથ્થા સાથે નીકળેલા આરોપી મોસીન ઉર્ફે ધોની હાસમભાઈ સંઘવાણીને 7000ના મોબાઈલ ફોન સહિત રૂ.7300ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.