મોરબી : વાઘપર ગામના આંગણે આગામી મંગળવારે જાણીતું નાટક રા'નવઘણ અને પેટ પકડીને હસાવતું કોમિક રજુ થશે. વાઘપર યુવા સમિતિ દ્વારા 25 ઓક્ટોબરને મંગળવારે રાત્રે 9:00 કલાકે ભવ્યાતિભવ્ય અને પ્રખ્યાત નાટક રા'નવઘણ યાને સોરઠનો સિંહ સાથે પેટ પકડીને હસાવતું કોમિક માલી મતવાલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટક અને કોમિક નિહાળવા સર્વે ગ્રામજનોને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.