ચિલ્ડ્રન યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દિવ્યાંશુભાઈ દવે ઉપસ્થિત રહી સગર્ભાવસ્થા દરમિયાન પરિવારની ભૂમિકા વિશે માર્ગદર્શન આપશેમોરબી : મોરબીમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સમર્થ ભારત કેન્દ્ર દ્વારા ઈચ્છિત, તંદુરસ્ત, બુદ્ધિશાળી, સુંદર અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સગર્ભાવસ્થા અને પારિવારિક જવાબદારીપરિવારના દરેક સભ્યોની ઈચ્છા હોય છે કે આવનાર સંતાન શ્રેષ્ઠ અને સંસ્કારી હોય. આ માટે માતા-પિતા અને પરિવારના બધા સભ્યોની જવાબદારી સ્ત્રી ગર્ભવતી બને ત્યારથી જ શરૂ થઈ જતી હોય છે. આ સમય દરમિયાન પરિવારમાં કેવા પ્રકારનું વાતાવરણ પૂરું પાડવું અને પરિવારના અન્ય સભ્યોની શું જવાબદારી હોય છે, તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની રૂપરેખાઆ કાર્યક્રમમાં વિષય પ્રસ્તુતિ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના પૂર્વ કુલપતિ દિવ્યાંશુભાઈ દવે ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ આગામી તારીખ 05/05/2026, મંગળવાર (વૈશાખ વદ 4) ના રોજ રાત્રે 9:00 કલાકે સરસ્વતી શિશુમંદિર, શક્ત શનાળા ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં સહપરિવાર પધારવા માટે સરસ્વતી શિશુમંદિર મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, નિયામક સુનિલભાઈ પરમાર અને સમર્થ ભારત કેન્દ્ર મોરબીના સંયોજિકા દર્શનાબેન પાણસણીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SamarthBharatKendra #SaraswatiShishuMandir #ParentingGuidance #GarbhSanskar #MorbiEvents