મોરબી : મોરબી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આગામી તારીખ ૧૯ માર્ચ ને ગુરુવારના રોજ શક્ત શનાળા મુકામે ભગવતી શક્તિ માતાજીના સાનિધ્યમાં ધ્વજારોહણ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મહામુલા અવસર સમાન ફાગણ વદ અમાસના પવિત્ર દિવસે ગુર્જર પ્રજાપતિ સમાજના લોકો રાજ રાજેશ્વરી શક્તિ માતાજી, શનાળાના પ્રાંગણમાં એકત્ર થઈને માતાજીની ઉપાસના કરશે. ઘણા સમય પહેલા શરૂ થયેલી વર્ષો જૂની પરંપરાને અનુસરીને સમાજના લોકો માતાજીના ગુણગાન ગાઈ, ધ્વજારોહણ કરી અને નૈવેદ્ય ધરાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બધા જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં સાથે મળીને ભોજન પ્રસાદ લેશે.કાર્યક્રમની રૂપરેખા અનુસાર, તારીખ ૧૯/૦૩/૨૦૨૬, ગુરુવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે ધ્વજા વિધિ શરૂ થશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે અને સાંજે ૬:૩૦ કલાકે જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે શક્ત શનાળા મુકામે ભગવતી શક્તિ માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર જ્ઞાતિજનોને પધારવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PrajapatiSamaj #GurjarPrajapati #ShakatShanala #Dhajarohan #ReligiousEvent #MatajiTemple #CommunityEvent