માળીયા (મિ.) : પીપળીયા ચાર રસ્તા થી સરવડ જતા રસ્તા પર આવતા મહેન્દ્રગઢ ફગસિયા ગામ પાસે નાલાની પ્રોટેક્શન વોલ તૂટી છે.આ અંગે મોરબી જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હિતેશ આદ્રોજા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નાલાની એક બાજુની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. જોકે કોઈ જાનહાનીના સમાચાર નથી. આ અંગે સૂચના આપીને તાત્કાલિક દિવાલના સમારકામનું કામ ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.