રખડતા પશુઓને લીધે અકસ્માત સર્જાયો મોરબી : મોરબી જિલ્લાના મોડપર-બીલીયા ગામ વચ્ચે રોજડું આડું ઉતારતા કાર પલ્ટી મારી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે સદ્નસીબે કોઈને જાનહાની થઇ ન હતી. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રહીશ સંજયભાઈ વ્યાસ કાર લઈને પરિવારજનોને લગ્નપ્રસંગ નિમિત્તે જામનગર ખાતે મુકવા ગયા હતા. ત્યાંથી મોરબી ખાતે પરત ફરતી વખતે ગઈકાલે મોડી રાત્રે 2-30 વાગ્યા આસપાસ મોડપર અને બીલીયા ગામની વચ્ચેના રસ્તે તેમની કાર સામે રોજડું આડું ઉતર્યું હતું. આથી, રોજડાને બચાવવા જતા તેમની કાર નં. GJ-36-L-9986પલ્ટી ખાઈ ગઈ હતી. જો કે સદ્નસીબે કારસવાર સંજયભાઈ સહીત બે વ્યક્તિઓને ઇજા પહોંચી નહતી અને જાનહાની થઇ ન હતી. આમ, રખડતા પશુઓને લીધે અકસ્માત સર્જાયો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.