મોરબી : ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિ મહારાજ સાહેબ મોરબીના આંગણે પધાર્યા છે. તેઓ મોરબીના નાની વાવડી સ્થિત સુમિતનાથ દેરાસર સામે આવેલી માધવ પાર્ક સોસાયટીમાં પધાર્યા હતા.આજ રોજ તા.4 જાન્યુઆરીના રોજ આચાર્ય સંજયમુનિ મહારાજ સાહેબ માધવ પાર્ક સોસાયટીમાં હાર્દિકભાઈ મકવાણાના ઘરે પધાર્યા હતા. જ્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. સંજયમુનિ મહારાજ સાહેબે તમામ શ્રદ્ધાળુઓને શરીર સ્વસ્થ, નીરોગી કાયાના મંત્ર ઉચ્ચારણથી આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ તેઓએ માંડવી, કચ્છ તરફ વિહાર કર્યો હતો.